ક્રિભકો અને હજીરા માટેના ઓર્ડર દર ગુરુવારે જ વિતરણ કરવામાં આવશે.
  • કેટેગરી

ઈ.સ ૧૯૫૧ માં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી),સુરત ની સ્થાપના થઇ અને "કૃષિ કાયદો ૧૯૬૫ અને નિયમો ૧૯૬૩" હેઠળ કૃષિ ઉત્પાદન ના વેચાણ અર્થે ની કામગીરી ઈ.સ ૧૯૫૨ માં શરૂ થઇ . એપીએમસી સુરત એ શાકભાજી માટે ગુજરાતની સૌથી મોટી બજારો પૈકી એક શાકભાજી બજાર છે જે ૧,૩૦,૫૧૧ ચોરસ કી.મી ક્ષેત્રફળમાં વિસ્તરેલ સમગ્ર સુરત શહેર સહિત ચોર્યાસી તાલુકા અને ૧૧૦ ગામ ને સેવા પૂરી પાડેછે અને રોજિંદી ચીજવસ્તુ સહિત લીલા પાંદડાવાળા શાકભાજી,આદુ,મરચાં,કાચા કેરી,હળદર,ડુંગળી,ટામેટાં,શક્કરિયા,મગફળી,લીંબુ,તમામ પ્રકારના ફૂલો, ફળો(નારંગી, સીતાફળ, કેળા, ચીકુ, સ્ટ્રોબેરી, દાડમ, પપૈયા) વગેરે સંભાળે છે.બજાર માં વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન રૂ ૧૦૫૧..૦૫ કરોડ કિંમતના ૯૧૬૧૫૮ ટન ની આવક નો રેકોર્ડ છે. બજાર માં આશરે ૬૦૦૦-૧૦૦૦૦ લોકો દરરોજ વેપાર હેતુ થી આવે છે.

આજ ના ફળ અને શાકભાજી બજાર ના વિસ્તારોને કેટલીક મર્યાદાઓ છે જેવી કે અપૂરતી વેચાણ જગ્યા,વાહનો ની ભીડ ,ખુલ્લી જગ્યા માં વેચાણ ને લીધે વધતી ગંદકી/બગાડ,બિન પારદર્શી ભાવ,સંગ્રહ સુવિધાઓનો અભાવ,પાર્કિંગ સુવિધાઓનો અભાવ,નીચા ગુણવત્તા ઉત્પાદનો વગેરે. આ ઉપરાંત બદલાતા વપરાશ-આયોગ અને ગ્રાહકો ની વધતી આરોગ્ય સભાનતા સાથે રાજ્ય માં માથાદીઠ બાગાયતી ઉત્પાદન નો વપરાશ વધી રહ્યો છે જેથી આ વિસ્તાર ની માંગ વધારો થવાની ધારણા છે. ઉપરોક્ત મુશ્કેલીઓ પર કાબુ મેળવવા અને અન્ય લાભ જેવા કે દક્ષિણ ગુજરાતમાં બાગાયત ના ઉત્કૃષ્ટ વિકાસ માટે એપીએમસી સુરત,"કળા-નગરી" સુરત માં ૫૧ હેક્ટર વિસ્તાર માં ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ તરીકે રાષ્ટ્રીય બાગાયત ધ્યેય હેઠળ ચોર્યાસી તાલુકા ખાતે ૨૬ સંગ્રહ કેન્દ્ર ના સંભવિત પુરક ક્ષેત્રને ઓળખી એક આધુનિક જથ્થાબંધ બજાર સંકુલ નો વિકાસ કરવા માંગે છે. ભારત સરકારે કેરી અને શાકભાજી માટે સુરત જીલ્લા ને "કૃષિ નિકાસ ક્ષેત્ર " તરીકે નિશ્ચિત કર્યું છે. આ ઓળખ થતાની સાથે જ સરકારે પણ સ્થાનિક હવાઈ તંત્ર નકશા માં સુરત ને સ્થાન અપાવવા અને સુરત શહેર માં હવાઈ સુવિધાઓ લાગુ પાડવા માટે ના આગમ પ્રયાસ કર્યા છે. આ પ્રસ્તાવિત બજાર માટે "કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા"નું પ્રાધાન્ય નિકાસ માંગ ની સેવા પૂરી પડવાનું અને બદલા માં ખેડૂતો ને લાભદાયી ભાવ આપવાનું રેહશે.

હાલ માં સુરત એપીએમસી એ સહારા દરવાજા રીંગ રોડ ખાતે ફળ,શાકભાજી,અનાજ અને ડેરી ઉત્પાદનો માટે તાજા અને સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો વ્યાજબી ભાવે સુઘડ અને સ્વસ્થ વાતાવરણમાં પૂરું પડવાના હેતુ થી નવું એ.સી.આધુનિક છૂટક વેચાણ કેન્દ્ર નું ઉદ્ઘાટન કર્યું છે.

રમણભાઈ એન. પટેલ
ચેરમેન,
કૃષિ ઉત્પાદન બજાર સમિતિ(એપીએમસી),
સુરત, ગુજરાત.

  • New
  • New
  • યુઝર મેનુ

  • શોપિંગ કાર્ટ

    તમારી શોપિંગ કાર્ટ હાલમાં ખાલી છે